તારી આંખો-



તારી આંખો દેખીને જ જીવન જીવવાનું સુજ્યું,
તારી આંખો માં જ મારા જીવન નું દરેક સ્વપ્ન દેખ્યું...
તારી આંખો માં મને મેળવવાની, જે ચાહત દેખાણી,
એની ખબર જ ના પડી ક્યારે તારી સાથે મારી પ્રીત બંધાણી...

તને દેખ્યા વગર મારી હાલત શું છે, એક વાર લે તું જાણી,
તારી આંખોમાં દુખ દેખી મારી આંખો માંથી પણ નીર ની નદિયોં વહેવા માંડી...
તારી એ આંખો માં જ મારું જગત હતું સમાયેલું,
તારી એ આંખો દેખ્યા વગર હું કેવી રીતે બનું એ જગત ની રાણી...

તારી આંખો માં, તે મારા પ્રેમ ખાતર આસુંનો સમુદ્ર છુપાડ્યો ,
પણ તકલીફ માં દેખી તને, મારી આંખે પણ આસુંનો વરસાદ રેલાવ્યો...
તારી આંખો માં મારા માટે ચાહત દેખીને, મેં દુનિયા છોડી દીધી જાણે
પણ હવે એ જ આંખો દેખવા, હું તડફડી રહી છું પાંખ વિનાના પંખી જેમ જાણે...

તારી આંખો એ તારા બોલ્યા પહેલા જ કહી દીધી હતી જે દહાડે મને તારા દિલ ની વાત,
મારી આંખો તારા એ જ ચહેરા ને યાદ કરીને જાગતી રહે છે રાતો-રાત...
તારી આંખો ને હસતી દેખી મારી આંખો એ પણ સ્મિત કરી ,
તારી આંખો ની એ ચાહતે મારા દિલ માં પણ ચાહત જગાડી...

તારી એ આંખો જે મને પહેલી વાર જોતા જ કરવા લાગી હતી ચાહ્ત નો ઈઝહાર
એ જ પડ યાદ કરીને હું તારા વગર પણ ઝીંદગી વિતાવું છું કરીને તારો ઇન્તઝાર...
તારી આંખો કોઈ પણ હદ વગર મને ચાહતી હતી જયારે,
તારી આંખો દેખીને જ હું તારી પાછળ પાગલ થઈ હતી ત્યારે...

તારી એ  આંખો જેમાં મને મારી જ ખુશી અને ચિંતા દેખાતી,
તારી એ જ આંખો  દેખવા હું આજે રહી ગઈ છું એક એક પડ રડતી...
તારી આંખો જે  મારી આંખોમાં એક પણ આંસુ ના દેખી સકતી,
તારી આંખો આજે છે ક્યાં ? જયારે રહી ગઈ છે મારી આંખો એકલી રડતી...

તારી એ આંખો દેખ્યા વગર, હું મારી હાલત ની શું વાત કરું...
તારા એ પ્રેમ ના સાગર વગર, હું મારી આંખો માંથી સરતા આંસુની શું વાત કરું... 
તારા વગર હવે મારા જીવન માં શું બાકી છે, એની હવે હું શું વાત કરું...
તારી એ ધડકન ને મહેસુસ કર્યા વગર મારું દિલ કેમ કરી ધડકે છે, એની હવે હું શું વાત કરું...


Click Here For Watching Video TARI AANKHO



Comments