માત્ર રૂપની રમત-ગમત નથી,
લાગણી નું વંટોળ છે...
વખાણ કરવા જો હું બેસું તારા,
તું મારા મન મારાથી પણ અણમોલ છે...
સ્મિત તારી તારું સોન્દર્ય વધારે,
હરખાઈ જાઉં હું, એ દેખું જયારે જયારે...
ચહેરા પર હસી વિખરાઈ જાય મારી,
તારો હસતો ચહેરો યાદ કરું જયારે જયારે...
આતુરતા છે તારી ખુશી બનવાની, કાશ એ તક વહેલી મળી જાય
પણ વાંધો નઈ, રાહ જોઇશ હું તારી, ભલે ને થોડુક મોડું થઇ જાય...
તારા ચહેરા પર, જયારે દુખ ના વાદળ છવાઈ જાય,
કાશ, તારા મીઠા આંસુ ત્યારે, મારા ખભા ને ભીંજવી જાય...
તારી થોડીક પળો માં જો મારો પણ સરવાળો થઇ જાય,
તો સ્વપ્ન જેવું સુંદર, અણધાર્યું ચિત્ર એક, આપણુ પણ બની જાય...
- ©Darshini Shah
Comments
Post a Comment