છેલ્લો દિવસ -




કોલેજનો છેલ્લો દિવસ હતો, અને કોલેજ life ની છેલ્લી event
જયારે auditorium માં, છેલ્લી વાર બધા સાથે હતા ત્યારે...

સુખ અને દુખ ની લાગણી,
એકમેક માં પરોવાઈ ગયી હતી જાણે ...
બધી  ક્ષણોનો ને યાદ કરીને, જેટલું હાસ્ય છલકાતું,
દુર થવાના વિચાર થી એટલું દુખ થાતું...

આમ જરાક, પાછળ જો હું જોવું તો,
જાણે હમણાં તો કોલેજ ની શરુઆત થઇ હતી ...
fresh first morning,
જ્યાંથી darshini ની કોલોજ journey start થઇ હતી...

ઘર થી જયારે બહાર નીકળી તો, બધું કંઇક નવું લાગ્યું...
મુંજવણ મન માં ઘણી ચાલી ,પણ કોલેજ campus પોતાનું લાગ્યું...

પહેલી lab હતી અને કોઈનું ગુન ગુનાતું ગીત સ્પર્શી ગયું,
બધા અજાણ્યા હતા પણ તોય બધું જાણીતું બની ગયું...
બધું   નવું દેખીને  વાર માટે મન ગભરાઈ ગયું,
પણ નવા દોસ્ત બન્યા અને ચહેરા પર સ્મિત વેરાઈ ગયું...

Faculty ની જો હું વાત કરું તો
teacher’s day નું celebration ,અને વઢ અને હાસ્ય નું combination,
પોતાનું અલગ સ્થાન બનાવી ગયું...
વારંવાર ક્યાંક ને ક્યાંક inspired કરતુ પાત્ર,
પોતે inspiration બની ગયું...

હા,
life ના ત્રણ કિંમતી વર્ષ માં, કઈ ખાસ સંખ્યા માં તો દોસ્ત ના બન્યા
પણ સાહેબ,
જે થોડા દોસ્ત બન્યા ને જરુર જિંદગી માટે ખાસ બની ગયા...
દોસ્તાર ની યાદો ની જે પોટલી બાંધીને રાખી છે ને
બસ યાદો ની એક કવિતા બનાવી છે...

પહેલા class માં પહેલી bench પર બેસી જવું,
અને ખુલ્લી આંખે સપના  ના મહેલ નું બાંધી દેવું...
Lecture ની શરૂઆત થતી, કે યાર આજે તો seriously ભણવું છે
પણ અચાનક , bunk ના પ્લાન નું બની જવું...

Monsoon માં માંડ માંડ ઘરે થી કોલેજ સુધી પહોચવું,
અને canteen નું ગરમા ગરમ સમોસું friends સાથે ખાવું...
party celebration માટે JB નું selection,
અને exam time પર special શાંતિ spot with lot of tension...
આખું વર્ષ bunk કરાવીને જે attendance ઓછી કરાવે
exam time પર teacher બનીને બધા chapters ભણાવે... 

 વાર માં રડવું, અને  વાર માં હસવું
અને best friend ને crush ના નામ પર ચીઢવવું...
જો દોસ્તાર ની મહેફિલ નું કુદરતી દ્રશ્ય બનવું ને
તો લાગણી  પણ શરમાઈ  જાય એવું દ્રશ્ય બને લાગણી નું...
જિંદગી નામક પુસ્તક ના chapter માં દોસ્ત ભલે ઓછા બન્યા 
પણ વગર નામનું પાત્ર પણ પોતાની અલગ છાપ  છોડતું ગયું...

કંઈક એવા દોસ્ત બન્યા,
જે પોતાના બનીને પણ પોતાના  બની શક્યા...
ત્યાં કંઈક એવા સંબંધ પણ બન્યા,
જે વગર નામેં દોસ્ત બનીને પડખે ઉભા રહ્યા...

Examination, Presentation, days celebration
કેટ કેટલા યાદો ના ઝરણા બની ગયા...
પાના ભરી જાય છતાય લાગે,
કેટલાય પાના હજી બાકી રહી ગયા

first day હતો,
જયારે journey સ્ટાર્ટ થઇ હતી...
અને આજે last day હતો,
જયારે આખી journey મન માં ચાલી રહી હતી...

લખતા લખતા કદાચ શ્યાહી ખૂટી જાય, તો ક્યાંક પાના ભરાઈ જાય,
પણ શબ્દ સરિતા આમ ને આમ વહેતી જાય
એટલે અંત માં માત્ર એટલું કહેવા માંગું છું,
કે હિસાબ બાકી રાખજે દોસ્ત, ફરીથી  મડવાનું બહુ મન છે...
આગળ મળી જજે ક્યાંક ફરી,
તારી સાથે journey ફરીથી વાગોળવાનું બહુ મન છે...

જો શબ્દ ના સમજાય તો કાઈ વાંધો નઈ દોસ્ત,
હસી લેજે
પણ જો લાગણી સમજાઈ જાય,
તો એક વાર લાગણી ના દરિયા માં ડૂબકી જરૂર લગાવી જોજે...




Comments